News of Tuesday, 13th October 2026
વાપી શહેરના જાણીતા અંબામાતા મંદિરે માતાજીની ભવ્ય આરાધના સાથે ગરબાની રમઝટ જામી
કોમર્શિયલ ગરબાની ધમાલથી દૂર મંદિરના પવિત્ર વાતાવરણમાં ભક્તો માતાજીની સ્તુતિ અને આરાધના સાથે શ્રદ્ધાભેર ગરબે ઘૂમી રહ્યા છે.

વલસાડના ઔદ્યોગિક નગર વાપીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના જાણીતા અંબામાતા મંદિરે માતાજીની ભવ્ય આરાધના સાથે ગરબાની રમઝટ જામી છે. કોમર્શિયલ ગરબાની ધમાલથી દૂર મંદિરના પવિત્ર વાતાવરણમાં ભક્તો માતાજીની સ્તુતિ અને આરાધના સાથે શ્રદ્ધાભેર ગરબે ઘૂમી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ પરિવાર સાથે મંદિરે પહોંચીને મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા છે. કોમર્શિયલ ગરબાથી અલગ, મંદિર પરિસરમાં યોજાતા ગરબામાં ભક્તિરસ અને પરંપરાનો વિશેષ માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા છેલ્લા 39 વર્ષથી અંબામાતા મંદિરમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
