<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

તા.૧૪મી સપ્‍ટેમ્‍બરથી ગણેશોત્‍સવઃ કરોડો રૂપિયાના ખર્ચે ઉત્‍સવ ઉજવાશે

શ્રીજીની મૂર્તિનો સાજ-શણગાર, મુગટ-ડાયમંડ વર્કમાં કારીગરો જોતરાયા

વડોદરા,તા.૦૩: ડોદરામાં ગાયકવાડી શાસનકાળથી ગણેશોત્‍સવનું અદકેરું માહત્‍મ્‍ય છે. રિદ્ધિ-સિદ્ધિના દેવના ઉત્‍સવને હજુ બે મહિના જેટલો સમય હોવાછતા શહેરમાં મહારાષ્ટ્રના મુંબઈ અને પેણથી હજારો મૂર્તિઓ આવી છે. ભક્‍તોની પસંદગી મુજબ શ્રીજીની મૂર્તિઓનો સાજ-શણગાર કરવા મૂર્તિકારો-કારીગરોએ શ્રીગણેશ કરી દીધા છે. જયારે, બીજીબાજુ બુકીંગ માટે પણ ભક્‍તોની આવન-જાવન શરૂ થઇ છે.

શહેરમાં દરવર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ગણેશોત્‍સવ ઉજવાય છે. આગામી તા.૧૪મી સપ્‍ટેમ્‍બરથી શરૂ થનાર ગણેશોત્‍સવ પૂર્વે દાંડિયાબજાર, બરાનપુરા, કારેલીબાગ, રોકડનાથ રોડ, નવલખી મેદાન, પોલોમેદાન સહિત વિવિધ વિસ્‍તારમાં શ્રીજીની હજારો મૂર્તિઓ વેચાવા આવી છે. આ વર્ષે ખાડી યુદ્ધનું મહણ નડતા ઇંધણ, ટ્રાન્‍સ્‍પોર્ટેશન, રો-મટિરિયલ્‍સ સાથે સાજ-શણગાર, રંગકામ કરનારા કારીગરોની મજૂરી વધતા મૂર્તિઓનો ભાવ ૧૫થી ૨૦ ટકા વધવા પામ્‍યો છે. વર્ષો પૂર્વે પ્‍લાસ્‍ટર ઓફ પેરિસ(પી.ઓ.પી)ની બિબા ઢાળ મૂર્તિઓનું ચલણ હતું. પરંતુ, પર્યાવરણ સંદર્ભે જાગૃતિ વધતા માટીમાંથી ઇકો ફેન્‍ડલી મૂર્તિઓનો ક્રેઝ વધતા મહારાષ્ટ્રના મુંબઇ-પેણથી માટીની હજારો મૂર્તિઓ મગાવાઇ છે. અરવિદભાઈ મિષી અને લિક્કી દિધોરભાઇ ચુનારાએ ઉલ્‍લેખ્‍યું હતું કે આ વર્ષે મૂર્તિઓના સેંકડો પ્રકારના સાજ-શણગારમાં દક્ષિણ ભારતીય પહેરવેશ, પોપકોર્ન ક્‍લોથ, વેલ્‍વેટ, સિલ્‍ક, જરી-કસબ, લેસ, ડાયમંડ વર્ક, ફલાવર્સના શણગાર સહિત થિડી ઈ ફેક્‍ટ આકર્ષણ જમાવશે.

ગણેશ ભક્‍તોમાં ઇકોફ્રેન્‍ડલિ મૂર્તિની બોલબાલા

શ્રીજીની ઇકોફ્રેન્‍ડલી મૂર્તિમાં સિદ્ધી વિનાયક, શ્રી સ્‍વામિનારાયણ ભગવાન. શિવલિગ બનાવતા, ભોલેનાથ સ્‍વરૂપ, સાંઇબાબા, કમળ પર બિરાજમાન, શંખ અને મૂશક પર સવાર, લાલબાગ ચા રાજા, ગોવાળ, રાજા શાહી, ઢોલ પર બિરાજમાન, લેખ લખતા, મટકીમાંથી માખણ કાઢતા, દગડુ શેઠ સહિત શ્રીજીની મૂર્તિના અનેક સ્‍વરૂપો મગાવાયા છે. ખાસ કરીને ઉત્‍સવના બે મહિના પૂર્વેથી શ્રીજીની મૂર્તિનો શણગાર અને જ્‍વેલરી કામ ખુબજ કાળજી પૂર્વક કરવું પડે છે

(1:25 PM IST)