તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
ગાંધીનગર મનપાની ચૂંટણીનો જંગ નિર્ણાયક તબક્કામાં: ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો માટે ૧૩૦ ઉમેદવારો મેદાનમાં
ગાંધીનગર મનપાનો રોચક ચૂંટણી ઇતિહાસઃ ૨૦૧૧ના પરિણામોથી ૨૦૨૬ના મહાજંગ સુધીની રાજકીય સફર પાટનગરમાં રાજકીય રણશિગું ફૂંકાયું: ભાજપ કોંગ્રેસઆપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગઃ આવતીકાલે મતદાન, ૧૩ ઓકટોબરે જનાદેશ

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ આવતીકાલે ૧૧ મી ઓકટોબર ને રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી માં મતદાન થશે અને જેનું પરીણામ ૧૩ ઓકટોબર ને મંગળવારે આવશે.
આ ચુંટણી જંગ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામ્યો છે,
ભાજપ ના 44 + કોંગ્રેસ ના 44 + આપ ના ૩૨+ બીએસપી/અપક્ષ/અન્ય ના ૧૦ = મળી કુલ ૧૩૦ ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે. આ વેળા એ આવો આપણે ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી નો રોચક ઇતિહાસ જોઈએ તો ૨૦૧૧થી ૨૦૨૬ સુધીનો રાજકીય અને ચૂંટણી ઇતિહાસ ગુજરાતની રાજધાની ગાંધીનગર ની મહાનગરપાલિકા ની ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે , ગુજરાત ના પાટનગર માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય રાજકીય સ્પર્ધા જોવા મળી છે , ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રવેશ થી ચૂંટણીનું રાજકીય ચિત્ર પણ બદલાયું ,
ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી વર્ષ ૨૦૧૧ માં યોજાઈ હતી , ત્યાર થી અત્યાર સુધીના ચૂંટણી પરિણામો, સત્તામાં આવેલા પક્ષો, અને રાજકીય પરિવર્તનો ને સમજીએ.
૧. વર્ષ ૨૦૧૦૨૦૧૧ : મહાનગરપાલિકાની સ્થાપના અને પ્રથમ ચૂંટણી ૧૬ માર્ચ ૨૦૧૦ના રોજ ગાંધીનગર ને મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો હતો , ત્યારબાદ વર્ષ ૨૦૧૧ માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ. ૨૦૧૧ની ચૂંટણીનું પરિણામ ૧૮ કોંગ્રેસ , ૧૫ ભાજપ , ૩૩ કુલ બેઠકો
પ્રથમ ચૂંટણી માં કોંગ્રેસ ને બહુમતી મળી અને મહેન્દ્રસિહ રાણા ગાંધીનગરના પ્રથમ મેયર બન્યા, પરંતુ ત્યારબાદ મહેન્દ્રસિહ રાણા સહિત કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો ભાજપ માં જોડાયા , પરિણામે મનપા માં સત્તા નું સમીકરણ બદલાયું, મહેન્દ્રસિંહ રાણા મેયર તરીકે ચાલુ રહ્યા.
૨૦૧૬ની ચૂંટણીનું પરિણામ ૧૬ ભાજપ , ૧૬ કોંગ્રેસ બંને પક્ષો ને ૧૬૧૬ બેઠકો મળતાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી ,
આ દરમિયાન કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર પ્રવીણ પટેલ ભાજપ માં જોડાયા, ત્યારબાદ ભાજપે મનપામાં સત્તા મેળવી અને પ્રવીણ પટેલ મેયર બન્યા , તેમણે ૭ મે ૨૦૧૬ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી મેયર તરીકે કામગીરી કરી.
વર્ષ ૨૦૨૧ની ચૂંટણી પહેલાં ગાંધીનગર ની આસપાસનાં ૧૮ ગામો નો મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો, પરિણામે વોર્ડ અને બેઠકોની સંખ્યામાં વધારો થયો.
કોરોના મહામારીને કારણે એપ્રિલમાં યોજાનારી ચૂંટણી મુલતવી રહી અને ઓકટોબર ૨૦૨૧ માં યોજાઈ. ૨૦૨૧ની ચૂંટણીનું પરિણામ ૪૧ ભાજપ, ૨ કોંગ્રેસ અને ૧આમ આદમી પાર્ટી ભાજપે ૪૪ માંથી ૪૧ બેઠકો જીતી ને સ્પષ્ટ બહુમતી મેળવી, આમ આદમી પાર્ટીને પણ એક બેઠક મળી હતી. ૨૦૨૧ માં કુલ ૧૬૧ ઉમેદવારો એ ચૂંટણી લડી હતી, ભાજપ અને કોંગ્રેસે તમામ ૪૪ બેઠકો પર, જ્યારે આમ આદમી પાર્ટીએ ૪૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
ગાંધીનગર ની અત્યાર સુધી ની ત્રણ ચૂંટણીઓમાં ત્રણ અલગ પ્રકારનાં પરિણામો જોવા મળ્યાં છે.
૨૦૧૧માં કોંગ્રેસ ને બહુમતી મળી, પરંતુ પછી પક્ષપલટાને કારણે સત્તાનું સમીકરણ બદલાયું.
૨૦૧૬ માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની બરાબરી રહી, છતાં પક્ષપલટા બાદ ભાજપે સત્તા મેળવી.
૨૦૨૧માં ભાજપે ૪૧ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી અને આમ આદમી પાર્ટીએ પણ પોતાનું ખાતું ખોલાવ્યું.
આ રીતે ગાંધીનગરનો ચૂંટણી ઇતિહાસ માત્ર મતદાન ના પરિણામો પૂરતો સીમિત નથી, પરંતુ પક્ષપલટા, સીમાંકન અને બદલાતા રાજકીય સમીકરણો સાથે પણ જોડાયેલો છે.
આ ચુંટણી માટે કોંગ્રેસ અને ભાજપે જાહેર કરેલ સંકલ્પ પત્ર ને જોઈએ તો,
કોંગ્રેસે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ માટે પોતાનું ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. તેને કોંગ્રેસે ''કોંગ્રેસ કમિટમેન્ટ'' નામ આપ્યું છે.
કોંગ્રેસના મુખ્ય સંકલ્પો
. ઘરવેરા માં ૨૫% રાહત આપવાનું વચન.
. વાણિજ્ય વેરા માં ૧૦% રાહત.
. મહિલાઓ ને મિલકત વેરામાં ૫૦% રાહત આપવાનો પ્રસ્તાવ.
. ''સુવિધા નહીં તો ટેકસ નહીં'' જ્યાં પાયા ની સુવિધા ઓ નહીં હોય ત્યાં કર નહીં વસૂલવાનો વાયદો.
ઓછી આવક ધરાવતા પરિવારોના વડાને રૂ.૨ લાખનું અકસ્માત વીમા કવચ.
૧૦,૦૦૦ યુવાનોને રોજગાર આપવાનો સંકલ્પ.
. દરેક વોર્ડ માં મહિલાઓ માટે ૪ 'પિક વ્હીલ્સ' બસ શરૂ કરવાની જાહેરાત.
. ગાંધીનગરને સ્લમ- ફ્રી સિટી બનાવવાનો સંકલ્પ.
. પાણી, ગટર અને સફાઈની વ્યવસ્થામાં સુધારો.
. આરોગ્ય સેવાઓ વધુ મજબૂત કરવાની વાત.
. વહીવટમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર સામે કડક વલણ.
. વોર્ડ સ્તરે જાહેર ઓડિટ કમિટી ઓ બનાવવાનો પ્રસ્તાવ.
. મનપા માં ફિકસ પગાર, કોન્ટ્રાકટ અને આઉટસોર્સિગ વ્યવસ્થા દૂર કરવાની જાહેરાત.
. યુવાનો માટે રમતગમત, જિમ, લાઇબ્રેરી અને સાંસ્કૃતિક સુવિધાઓ વિકસાવવાનો સંકલ્પ.
આ બાજુ ભાજપે પણ પોતાનું 'સંકલ્પ પત્ર' જાહેર કર્યું છે , ભાજપના સંકલ્પ પત્ર ના મહત્વના મુદ્દા જોઈએ તો,
. ડબલ ડેકર એસી બસ ગાંધીનગર શહેર દર્શન અને પ્રવાસન માટે થીમ આધારિત ડબલ ડેકર AC બસ શરૂ કરવાનો વાયદો.
. નવું ક્રિકેટ સ્ટેડિયમ રાંદેસણ માં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત.
. સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ પેથાપુર માં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ વિકસાવવાનો સંકલ્પ.
. નમો લાઇબ્રેરી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આધુનિક લાઇબ્રેરી.
. સ્માર્ટ રોડ રોડ નંબર ૨ અને ૩ તથા ગાંધીનગરથી પેથાપુર તરફના માર્ગને સ્માર્ટ રોડ તરીકે વિકસાવવાની યોજના.
. AI આધારિત ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક વ્યવસ્થાને આધુનિક બનાવવા AI ટેકનોલોજીનો ઉપયોગ.
. મનપાની શાળાઓમાં AI, રોબોટિકસ લેબ અને સ્માર્ટ કલાસરૂમ શરૂ કરવાની યોજના.
. શહેરના તળાવો, ખુલ્લી જગ્યાઓ અને અન્ય વિસ્તારોનું સૌંદર્યીકરણ.
. સિટી સેન્ટર, ટાઉનહોલ અને સાંસ્કૃતિક સુવિધાઓના વિકાસની યોજનાનો સમાવેશ થાય છે. હવે જોઈએ આ ચુંટણી માં કોણ મેદાન મારે છે અને કોણ બને છે મેયર.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
