તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 4th June 2026
વાવડી ગામની સીમમાં જુગા૨ પર છાપો મારી રૂ.2.25 લાખનો મુદામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: પી.આર પટેલ ઈન્ચા. પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં થતી ગેરકાયદેસર પ્રોહી/જુગારની પ્રવૃતીઓ અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી ક૨વા આપેલ સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી
નર્મદાનાઓની સુચના આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રાજપીપળા પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ મા હતા. તે દરમ્યાન અ.પો.કો. અનિલભાઈ હરજીભાઈ તથા અ.પો.કો જીગર રમેશભાઈ નાઓની સયુક્ત બાતમી હકીકત મળેલ કે, વાવડી ગામની સીમમાં કેટલાક ઇસમો ખુલ્લી જગ્યામાં હાર-જીતનો જુગા૨ ૨મી-૨માડે છે તેના આધારે રેડ કરી આરોપીઓને પકડી પાડી આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૧૪,૫૦૦/- તથા દાવ પરના રોકડા રૂપિયા ૧,૨૭૦/- તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૪ કિમત રૂપિયા 30,000/- તથા વાહન નંગ-૨ કિમત રૂપિયા ૧,૮૦,૦૦૦/- મળી કુલ કિમત રૂપિયા ૨,૨૫,૭૭૦/- ના મુદ્દામાલ પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે ક૨વામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :
(૧) ધર્મેશભાઈ રામુભાઈ વસાવા ઉ.વ. ૨૮ ધંધો. ખેતી, ૨હે. જુનાકોટ, રાજપીપલા, તા. નાંદોદ, જી. નર્મદા
(૨) કૌશીકભાઈ મનોજભાઈ વસાવા ઉ.વ. ૩૧, ધંધો. મજુરી, રહે. સી-૭૪, સત્યનારાયણ સોસાયટી, ક્લોલ, તા. ક્લોલ, જી. ગાંધીનગર
(3) કમલેશભાઈ અરવિંદભાઈ વસાવા ઉ.વ. ૨૬, ધંધો. મજુરી, રહે. જુનાકોટ, રાજપીપલા, તા. નાંદોદ, જી. નર્મદા
(૪) મોઈનખાન મેહબુબખાન બલુચી ઉ.વ. ૨૫, ધંધો. મજુરી, રહે. આરબ ટેકરા, રાજપીપલા, તા. નાંદોદ, જી. નર્મદા
વોન્ટેડ આરોપી:-
(૫) જૈનેશ ઉર્ફે જૈનુ ૨ણજીત વસાવા રહે. સોનીવાડ, રાજપીપલા, તા. નાંદોદ, જી. નર્મદા.
(૬) નંદેશભાઈ નાનુભાઈ વસાવા રહે. સિંધીવાડ, રાજપીપલા, તા. નાંદોદ, જી. નર્મદા.
(૭) ભાર્ગવભાઈ વસાવા રહે. સુંદરપુરા, રાજપીપલા, તા. નાંદોદ, જી. નર્મદા.
(૮) કૌશીક ઉર્ફે ગુડ્ડ રામુભાઈ વસાવા રહે. જુનાકોટ, રાજપીપલા, તા. નાંદોદ, જી. નર્મદા
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
