તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
વડાપ્રધાનના જન્મદિને હીરામણિ આરોગ્યધામમાં નિઃશુલ્ક કેમ્પ
જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટ દ્વારા

રાજકોટ તા.૧૧: જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન તથા મેનેજીંગ ટ્રસ્ટી ડો.વરૂણ અમીન તેમજ ગુજરાત લોકસેવા ટ્રસ્ટના શ્રી રાજકુમાર ગુપ્તા અને ઉપપ્રમુખ સુરેખા ગુપ્તા દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે તા.૧૭ સપ્ટેમ્બર ગુરૂવાર સવારે ૯ થી ૧ હીરામણિ આરોગ્યધામ, અન્નપૂર્ણા મંદિર પાછળ, સ્વામિનારાયણ ફાર્મ પાસે અડાલજ ગાંધીનગરમાં વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
કેમ્પમાં બેઝીક હેલ્થ પ્રોફાઇલ, આંખના નંબરની તપાસ અને ચશ્મા વિતરણ તેમજ ફીઝીશ્યન, ઓર્થોપેડિક, બાળકોના રોગ, દાંતના રોગ, આયુર્વેદ હોમીયોપેથી, નેચરોપેથી વગેરેના ડોકટરની સેવાનો લાભ દર્દીઓને વિનામુલ્યે મળશે. જરૂરિયાતમંદોએ લાભ લેવો. તે દિવસે તે જ સ્થળે રકતદાન કેમ્પ પણ રાખેલ છે
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
