News of Tuesday, 29th September 2026
બનાસકાંઠાના દાંતાના સિયાવાડા ગામના જંગલમાં બકરાં શોધવા ગયેલી ચાર મહિલાઓ પર રીંછે હુમલો કર્યો : એક મહિલા ગંભીર
દાંતા 108ની ટીમે જંગલમાં પહોંચીને ચારેય મહિલાઓનું રેસ્ક્યુ કર્યું :તમામ મહિલાઓને સારવાર માટે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી

બનાસકાંઠાના દાંતા તાલુકાના સિયાવાડા ગામના જંગલમાં બકરાં શોધવા ગયેલી ચાર મહિલાઓ પર રીંછે હુમલો કરતાં અફરાતફરી મચી હતી. રીંછના હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જ્યારે અન્ય મહિલાઓને પણ ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં દાંતા 108ની ટીમે જંગલમાં પહોંચીને ચારેય મહિલાઓનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. તમામ મહિલાઓને સારવાર માટે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક મહિલાને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવી છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
