તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
જીતનગર ચોકડી પાસે એક ફોર વ્હીલ ગાડીને બીજી ફોર વ્હીલ ગાડીએ ટક્કર મારતા ગાડીમાં આગ લાગી : ત્રણ દાઝી ગયા
ત્રણ ભાઈઓ મહારાષ્ટ્ર સાસરીમાં જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો જેમાં ત્રણેય ભાઈઓ દાઝી ગયા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ચોકડી પાસે એક ફોર વ્હીલ ગાડીને બીજી ફોર વ્હીલ ગાડીએ સામેથી ટક્કર મારતા ગાડીમાં આગ લાગી લાગતા ગાડીમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર જીતનગર ચોકડી પાસે બનેલી ઘટનામાં આશિકભાઈ હરીલાલ ગોસાઈ ( રહે-બોડેલી રજાનગર ઢોકલીયા તા-બોડેલી જી-છોટાઉદેપુર) નાઓએ આપેલી ફરિયાદ મુજબ XL6 ફોર વ્હીલ ગાડી નં-GJ-GJ-15-AX-1919 ના ચાલકે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે હંકારી લાવી ઈક્કો ગાડી નં-GJ-06-JE-6359 ની આગળના ભાગે ટક્કર મારી અકસ્માત થતાં ઈક્કો ગાડીમાં અચાનક આગ લાગતા ઇક્કો ગાડીમાંથી બહાર નીકળતી વખતે આશિકભાઈ ગોસાઈ ને ડાબા હાથની કોણી તથા ખભાના પાછળના ભાગે તેમજ તેમના બે ભાઈઓમાં યોગેશભાઈ તથા નરેશભાઈને શરીરના અલગ-અલગ ભાગે દાઝી જવાથી ગંભીર ઈજાઓ પહોંચાડી ગુનો કરતા મારૂતી સુઝુકી અર્ટીગા ફોર વ્હીલ ગાડી નં-GJ-15-AX-1919 ના ચાલક વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
