<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

હાલ પડી રહેલી આકરી ગરમીમાં ફોર વ્હીલમાં લાગી આગ: ટેન્ટસીટી-૨ ખાતે ગોડાઉન પાસે મૂકેલ બોલેરો પિકઅપ ગાડીમાં આગ લાગતા 2.50 લાખનું નુકશાન

આગ લાગવાને કારણે બોડીનો અંદરનો ભાગ તથા કેબીનનો અંદરનો ભાગ સંપુર્ણ રીતે સળગી ગયેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના એકતા નગર ટેન્ટ સિટી.૨ માં આવેલ ગોડાઉન પાસે મૂકેલી ફોર વ્હીલ ગાડીમાં આગ લાગતા નુકશાન થયું છે.

અશોકભાઇ શાંતીલાલ તડવી (ઉં.વ.૪૨ )ધંધો.ડ્રાઇવીંગ (રહે. ગાડકોઇ કેનાલ ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓની બોલેરો પિકઅપ ગાડી જેનો રજીસ્ટર નં. GJ-22-U-3919ની તા.૧૫/૦૫/૨૦૨૬ ના રોજ ટેન્ટસીટી-૨ માં માલસામાનની હેરફેર કરવા માટે ગોડાઉન નજીક મુકેલ હતી તે વખતે સાંજના આશરે છ થી સાડા છ વાગ્યા દરમ્યાન બોલેરો પિકઅપ ગાડીમાં આકસ્મીક રીતે આગ લાગવાને કારણે બોડીનો અંદરનો ભાગ તથા કેબીનનો અંદરનો ભાગ સંપુર્ણ રીતે સળગી ગયેલ અને એન્જીનનો ભાગ સળગી ગયેલ તેમજ ગાડીમાં આગ લાગવાને કારણે અંદાજીત ૨,૫૦,૦૦૦/- રૂપિયાનુ નુકસાન થયું હતું. આકરી ગરમી ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ ગણી શકાય.

(10:12 PM IST)