<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

બનાસકાંઠાના દાંતાના ગંગવા પાટીયા પાસે કારે બે બાઇકને અડફેટે લેતાં ચાર બાઇકસવાર ઘાયલ થયા

ઇજાગ્રસ્તોને સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા:એક બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઇજા:અકસ્માત બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર

બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગંગવા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવેલી કારે બે બાઇકને અડફેટે લેતાં ચાર બાઇકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, દાંતા તાલુકાના ગંગવા પાટીયા પાસે બે બાઇક પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક કારે બંને બાઇકને અડફેટે લીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

અકસ્મતમાં ચાર બાઇકસવારોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એક બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી હતી.

અકસ્મત બાદ કારચાલક ઘટનાસ્થળે કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જેના પગલે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને કારચાલકની ઓળખ સહિતની વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતને પગલે ગંગવા પાટીયા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

દાંતામાં બનેલી આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચારેય બાઇકસવારોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. કારચાલક ફરાર હોવાથી અકસ્માત અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

.

(12:37 AM IST)