<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી-ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શનેઃ જગતમંદિરે કર્યુ ભાવપૂર્ણ પૂજન

આનંદીબેન પટેલનું દ્વારકા ખાતે ભવ્‍ય સ્‍વાગત, કલેક્‍ટર રાજેશ તન્ના અને નેતાજી પૂજારી સહિત અધિકારીઓ રહ્યા ઉપસ્‍થિત

દ્વારકા, તા.૨૭: ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્‍યપાલ આનંદીબેન પટેલ શનિવારે પરિવાર સાથે યાત્રાધામ દ્વારકા પહોંચ્‍યા હતા. અહીં તેમણે પ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ભાવપૂર્ણ દર્શન કરીને વિશેષ પૂજન-અર્ચન કર્યું હતું.

આનંદીબેન પટેલ દ્વારકા પહોંચતા જિલ્લા કલેક્‍ટર રાજેશ તન્ના, મંદિરના નેતાજી પૂજારી અને વહીવટી તંત્રના અન્‍ય અધિકારીઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મંદિર પ્રશાસન દ્વારા શાષાોક્‍ત વિધિ સાથે તેમનું પૂજન કરાવવામાં આવ્‍યું હતું.

દર્શન બાદ આનંદીબેન પટેલે મંદિર પરિસરમાં થોડો સમય વિતાવ્‍યો હતો અને મંદિરની વ્‍યવસ્‍થા અંગે માહિતી મેળવી હતી. તેમણે દ્વારકાધીશ સમક્ષ દેશ અને રાજ્‍યની સુખ-શાંતિ અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

નોંધનીય છે કે આનંદીબેન પટેલ નિયમિત રીતે યાત્રાધામોની મુલાકાત લેતા રહે છે. તેમની દ્વારકા મુલાકાત દરમિયાન મંદિર અને આસપાસના વિસ્‍તારમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો. 

(1:18 PM IST)