News of Monday, 20th July 2026
ખોરાક અને ઓૈષધ નિયમનના પૂર્વ કમિશનર ડો. એચ.જી. કોશિયાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

રાજકોટ, તા.૨૦ : ડ્રગ્સ કંટ્રોલ ઓફીસર્સ (ઇન્ડિયા) દ્વારા દમણ ખાતે યોજાયેલ સમારંભમાં ગુજરાતના ફુડ અ્ેન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર ડો. એચ.જી. કોશિયાને રાષ્ટ્રીય કક્ષાના લેજેન્ડર ડ્રગ રેગ્યુલેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. (ડો. કોશિયાનો મો. ૯૯૭૮૪ ૦૫૦૫૪ અમદાવાદ) આ સોથી રાષ્ટ્રીય કોંગ્રેસમાં દેશના ૪૦૦થી વધુ ઓૈષધ નિયામકો ઉપસ્થિત રહયા હતા.
‘વન નેશન, વન વિઝન : બેટર પબ્લિક હેલ્થ માટે મજબૂત નિયમન' થીમ હેઠળ યોજાયેલી આ કોંગ્રેસમાં દેશભરના ૪૦૦થી વધુ ડ્રગ નિયામક અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જાહેર આરોગ્યની સુરક્ષા અને ભારતની દવા નિયંત્રણ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તળત ચર્ચા કરવામાં આવી હતી.
સમારંભનું ઉદઘાટન ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને મેડિકલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અરવા ગોપી કળષ્ણ સહિત ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA), ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન (IPC) અને અગ્રણી ફાર્મા ઉત્પાદક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. DCOIWAના રાષ્ટ્રીય અધ્યક્ષ જી. કોટેશ્વર રાવએ જણાવ્યું હતું કે, દમણ આધુનિક સુવિધાઓને કારણે રાષ્ટ્રીય સ્તરની પરિષદો માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે.
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ક્વોલિટી એશ્યોરન્સ ડિરેક્ટર શ્રીકળષ્ણ આર. ચૂનેકરે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ રસીના વૈજ્ઞાનિક નમૂના સંગ્રહ અંગે માહિતી આપી હતી. હરિયાણાના પૂર્વ સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર એન. કે. આહૂજાએ કેન્દ્ર અને રાજ્યની નિયમનકારી એજન્સીઓ વચ્ચે વધુ મજબૂત સંકલનની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. DCOIWAના રાષ્ટ્રીય મહામંત્રી બલદેવ રામ ચૌધરીએ જણાવ્યું હતું કે એસોસિએશન નકલી, ભેળસેળયુક્ત અને નીચી ગુણવત્તાની દવાઓ સામે કડક કાર્યવાહી, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (ઓબ્જેક્શનેબલ એડવર્ટાઇઝમેન્ટ્સ) એક્ટ, ૧૯૫૪ હેઠળ ભ્રામક જાહેરાતો પર નિયંત્રણ તેમજ નાર્કોટિક અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદે વેપારને રોકવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચે વધુ સંકલન વધારવા પ્રતિબધ્ધ છે.
કોંગ્રેસના સમાપન પ્રસંગે દેશભરમાં વધુ મજબૂત, ટેકનોલોજી આધારિત અને સુસંગત દવા નિયંત્રણ વ્યવસ્થા ઉભી કરીને જાહેર આરોગ્યને વધુ સુરક્ષિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સોૈથી વધુ સળંગ ૧૭ વર્ષ જેટલો સમય ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર તરીકે કાર્યરત રહેલા ડો. એચ.જી. કોશિયા હાલ અમદાવાદમાં સુખમય નિવૃત જીવન પસાર કરી રહયા છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
