<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

પાલીતાણાના કુંભણ ગામે વાડીના કૂવામાં ખાબકેલા દીપડાનું વન વિભાગે સફળ રેસ્ક્યુ કર્યું

દીપડાને સહીસલામત બહાર કાઢીને આગળની સારવાર અને સુરક્ષા માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો

પાલીતાણાના કુંભણ ગામે ગોહિલ વિક્રમભાઈની વાડીના કૂવામાં શિકારીની શોધમાં ભટકતો એક દીપડો અચાનક ખાબક્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કૂવામાંથી દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાને સહીસલામત બહાર કાઢીને આગળની સારવાર અને સુરક્ષા માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.

(10:33 PM IST)