<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગનું સતત ચોથા દિવસે ચેકીંગ :78 હોટેલ-રેસ્ટોરન્ટોમાં તપાસ: 69 કીલો અખાદ્ય ખોરાકનો કરાયો નાશ

તપાસ દરમિયાન 39 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ ફટકારી : 32 હોટલ અને રેસ્ટોરન્ટોના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા : સ્થળ ઉપર જ રૂપિયા 1.34.900નો દંડ પણ વસુલ કરાયો

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગે સતત ચોથા દિવસે આરોગ્ય જોખમાય તેવા ખાદ્ય પ્રદાર્થો વેચનારા સામે ઘોસ બોલાવી છે, સતત ચોથા દિવસે હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી છે. આ સઘન ચેકીંગ ઝુંબેશ  અંતર્ગત 78 હોટેલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન મળી આવેલ 69 કીલો અખાદ્ય ખોરાકનો નાશ  કરાયો છે. તપાસ દરમિયાન 39 હોટલ અને રેસ્ટોરન્ટોને નોટિસ આપવામાં આવી છે જયારે કુલ 32 હોટલ અને રેસ્ટોરન્ટોના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે. સ્થળ ઉપર જ રૂપિયા 1.34.900નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.

(6:42 PM IST)