News of Saturday, 19th September 2026
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પૂર્વે ખાદ્ય સુરક્ષા વિભાગ એક્શન મોડમાં: દાંતામાં 'ફૂડ સેફ્ટી ઑન વ્હીલ્સ' દ્વારા ૨૬ વેપારી એકમો પર દરોડા!
યાત્રાળુઓના આરોગ્ય સાથે ચેડાં રોકવા તંત્ર સજ્જ: સ્થળ પર જ ૩૮ ખાદ્ય નમૂનાઓનું લેબોરેટરી ટેસ્ટિંગ કરી વેપારીઓને સ્વચ્છતા જાળવવા આકરા આદેશો

પાલનપુર : યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળામાં દેશ-વિદેશથી આવતા લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને શુદ્ધ, પૌષ્ટિક અને સલામત આહાર મળી રહે તે માટે ખાદ્ય સુરક્ષા તંત્ર દ્વારા આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહામેળાના મુખ્ય પ્રવેશદ્વાર સમા દાંતા ખાતે 'ફૂડ સેફ્ટી ઑન વ્હીલ્સ'ની વિશેષ વાન સાથે પહોંચેલી ટીમે વિવિધ ખાદ્ય પદાર્થોના વેપારીઓ અને હોટેલ-રેસ્ટોરન્ટ એકમો પર સઘન તપાસ હાથ ધરી હતી.
તંત્ર દ્વારા તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ દાંતા વિસ્તારમાં આવેલા કુલ ૨૬ ખાદ્ય એકમોની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દૂધ, માવો, મિઠાઈ, તેલ અને અન્ય ખાદ્ય સામગ્રીના ૩૮ જેટલા જુદા જુદા નમૂનાઓ સ્થળ પર જ મોબાઈલ વાનમાં ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા. મેળા દરમિયાન યાત્રિકોને અશુદ્ધ કે વાસી ખોરાક ના પીરસાય તે માટે તંત્ર દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરીને ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે.
વેપારીઓને કડક સૂચના અને જાગૃતિ
ચકાસણી ઝુંબેશ દરમિયાન ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ તમામ વેપારીઓ, કેટરર્સ અને ખાણી-પીણીની લારી ધારકોને ખાદ્ય સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવા આદેશ આપ્યા હતા. ખોરાકમાં સ્વચ્છતા જાળવવા, ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા માલનો ઉપયોગ કરવા અને રાંધેલા ખોરાકને યોગ્ય રીતે ઢાંકીને રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે યાત્રાળુઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
