તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ: 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી
કુંઢેલા ગામમાં આવેલી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાત્રિનું ભોજન લીધા બાદ 11 જેટલા વિદ્યાર્થીઓને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રવિવારે મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવતા શૈક્ષણિક આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. કુંઢેલા ગામમાં આવેલી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાત્રિનું ભોજન લીધા બાદ 11 જેટલા વિદ્યાર્થીઓને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટી તંત્ર સહિત આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, કુંઢેલા ગામની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ રાત્રે મેસમાં ભોજન લીધું હતું. જમ્યાના થોડા સમય બાદ એક પછી એક વિદ્યાર્થીઓને ઉલટી અને ઝાડાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં 11 વિદ્યાર્થીઓની હાલત બગડતા હોસ્ટેલ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ મોડી રાત્રે પોલીસ કાફલો અને આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક હોસ્ટેલની મેસમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને રાત્રિના ભોજનના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલું ભોજન વાસી હતું કે તેમાં કોઈ ઝેરી તત્વ ભળ્યું હતું, તે દિશામાં પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
