<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ગાંધીનગરના કલોલના સાંતેજમાં ફૂડ વિભાગના દરોડા, શંકાસ્પદ ઘી મામલે તપાસનો ધમધમાટ

ફૂડ વિભાગે રો મટીરિયલના 3 નમૂના તેમજ પામોલિન તેલ અને વનસ્પતિના આશરે 5 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા

ગાંધીનગરના કલોલના સાંતેજ વિસ્તારમાં ફૂડ વિભાગ અને પોલીસે વેજિટેબલ ફૂડ પ્રોસેસ ફેક્ટરીમાં સંયુક્ત તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ ઘી મામલે ગજાનંદ ફૂડ કંપનીમાં દરોડો પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કંપનીમાં ઇન્ટ્રેરેસ્ટિફાઇડ વેજિટેબલ ફેટનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગે રો મટીરિયલના 3 નમૂના તેમજ પામોલિન તેલ અને વનસ્પતિના આશરે 5 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કરવામાં આવેલી તપાસમાં ક્ષતિઓ મળી આવતા કંપનીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. હવે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે

(6:35 PM IST)