તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગના દરોડા: મીઠાઈ અને ફરસાણના એકમોમાં ચેકિંગ
જાણીતી કંપનીઓના એકમોમાં પણ તપાસ કરીને ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલાં ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરી છે. વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી મીઠાઈ અને ફરસાણ બનાવતા મેન્યુફેક્ચરિંગ એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, જાણીતી કંપનીઓના એકમોમાં પણ તપાસ કરીને ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તહેવારના સમયમાં મીઠાઈ અને ફરસાણની માગ વધતી હોવાથી ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તે માટે વિભાગ સતર્ક બન્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
