News of Saturday, 12th September 2026
અમદાવાદના પીપળજ વિસ્તારમાં ગેરકાયદે તેલના વેચાણ સામે ફૂડ વિભાગના દરોડા : 175 તેલના ડબ્બા સીલ કર્યા
મમતા એગ્રો પ્રોટીન નામની જગ્યાએ દરોડા દરમિયાન જૂના ડબ્બામાં તેલ ભરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો: છત્રાલથી દર અઠવાડિયે એક ટેન્કર તેલ લાવી અહીં વેચાણ કરવામાં આવતું

અમદાવાદના પીપળજ વિસ્તારમાં ગેરકાયદે તેલના વેચાણ સામે ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. મમતા એગ્રો પ્રોટીન નામની જગ્યાએ દરોડા દરમિયાન જૂના ડબ્બામાં તેલ ભરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં તેલના ડબ્બા પર બેચ નંબર સહિતની જરૂરી વિગતોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાર્યવાહી કરીને 175 તેલના ડબ્બા સીલ કર્યા છે. તપાસ દરમિયાન છત્રાલથી દર અઠવાડિયે એક ટેન્કર તેલ લાવી અહીં વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી પણ સામે આવી છે. સમગ્ર મામલે ફૂડ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
