તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
મહેસાણા જિલ્લામાં પશુઆહારના ખોળમાં ભેળસેળની આશંકાને પગલે તંત્ર દ્વારા પાંચ સ્થળે ગોડાઉનમાં દરોડા
મહેસાણા પશુપાલન વિભાગ, મામલતદાર અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી

મહેસાણા જિલ્લામાં પશુઆહારના ખોળમાં ભેળસેળની આશંકાને પગલે તંત્ર દ્વારા પાંચ સ્થળે આવેલા ગોડાઉનમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. કડી તાલુકાના અલદેસણ નજીક ચાર ગોડાઉનમાં જ્યારે મહેસાણાના લીંચ નજીક આવેલા એક ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખોળના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યાં છે. ગોડાઉનમાં ભેળસેળવાળા ખોળની હજારો બોરીઓનો જથ્થો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહી મહેસાણા પશુપાલન વિભાગ, મામલતદાર અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ ખોળના સેમ્પલની તપાસ બાદ જ તેમાં ભેળસેળ થઈ છે કે નહીં તે સ્પષ્ટ થશે. પ્રાથમિક તપાસના આધારે કરોડો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ ખોળનો જથ્થો જપ્ત કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ તંત્ર દ્વારા ગોડાઉનમાં રહેલા જથ્થાની વિગતો એકત્રિત કરવાની સાથે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે સેમ્પલના રિપોર્ટ અને તપાસના અંતે ખોળની ગુણવત્તા અંગે ચિત્ર સ્પષ્ટ થશે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
