News of Thursday, 23rd July 2026
અમદાવાદમા પડેલા ભારે વરસાદને પગલે કોર્પોરેશનની સતર્કતા અને ઝડપી કામગીરીથી શાહીબાગ અન્ડરપાસમાં વાહનવ્યવહાર સરળતાથી ચાલુ
ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ AMCની ટીમ દ્વારા ત્વરિત પ્રતિસાદથી નાગરિકોને ઓછામાં ઓછી અગવડતા પડે અને વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલુ રહે તે માટે અસરકારક કામગીરી

અમદાવાદ તા.૨૩ : અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શાહીબાગ અન્ડરપાસ ખાતે વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહારને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી.
AMCની ટીમ દ્વારા સ્થળ પર તાત્કાલિક પહોંચી વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝડપી અને અસરકારક કામગીરીના પરિણામે અન્ડરપાસમાંથી વરસાદી પાણીનો નિકાલ કરી જરૂરી સાફ-સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ત્યારબાદ વાહનવ્યવહારને સુવ્યવસ્થિત રીતે પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ AMCની ટીમ દ્વારા ત્વરિત પ્રતિસાદ આપી નાગરિકોને ઓછામાં ઓછી અગવડતા પડે અને વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલુ રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી હતી.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
