<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગરુડેશ્વર તરફની પાંચ જેટલી ગેરકાયદેસર ક્વોરીઓને સીલ કરી દેતા અન્યોમાં ફફડાટ

જિલ્લામાં ગેરકાયદેસર અને ઓવરલોડ ચાલતી રેતીની ટ્રકો પર જિલ્લા કલેક્ટર કડક કાર્યવાહી કરે તેવી લોકલાગણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા કલેકટરે ગરુડેશ્વર વિભાગ માં નિયમ વિરુદ્ધ ગેરકાદેસર ચાલતી પાંચ જેટલી ક્વોરીઓને સીલ કરી દેતા ક્વોરી ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે .

  પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા કલેકટર ગંગાસિંઘે હોદ્દોસંભાળ્યા બાદ વિવિધ મુદ્દે તેમની કાર્યક્ષમતા અને કડકાઈનો ટૂંકા ગાળામાં પરચો આપી દીધો છે ત્યારે અત્રે ગરુડેશ્વર તાલુકામાં વાંસલા, ઈન્દ્રવર્ણા ગામોમાં મોટી કાર્યવાહી કરી ક્વોરી સીલ કરી છે. જેમાં આ ક્વોરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવ્યા વિના ધમધમતી હોય આ પાંચ ક્વોરીઓ ને સીલ કરી દેતા અન્યો માં ફફડાટ ફેલાયો છે.
જોકે જાણવા મળ્યા મુજબ ક્વોરી સંચાલકો એ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવા માટે NGT માં મંજૂરી માંગી હતી પરંતુ તે નહીં મળતા ક્વોરી સંચાલકો એ સુપ્રીમ કોર્ટ માં અપીલ કરી છે.
આમ.જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં કલેકટર ગંગાસિંઘ ગેરકાયદેસર અને ઓવરલોડ ચાલતી રેતી ની ટ્રકો બિંદાસ અને બેફામ દોડે છે તો કલેક્ટર આ બાબતે ખાસ કડક કાર્યવાહી કરી બેફામ દોડતી ગેરકાયદેસર ટ્રકો અને તેના માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોકલાગણી છે

(1:06 AM IST)