તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
રાજપીપળા નગરપાલિકા ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 25 બેઠકો પર જીત મેળવી બહુમત મેળવ્યો
રાજપીપળામાં ભાજપનો ઐતિહાસિક વિજય થતા કોંગ્રેસ-આપના સુપડા સાફ

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા નગરપાલિકાના 7 વોર્ડ માટેની 28 બેઠકોની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજપીપળાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાઈ હતી.જેમાં ભાજપે નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત 28 માંથી 25 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમત મેળવ્યો છે.તો બીજી બાજુ ફક્ત 3 જ અપક્ષ સભ્યો ચૂંટાઈ આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ખાતું પણ ના ખોલાવી શકી. રાજપીપળા ની જનતા એ ફરી એકવાર ભાજપ ને સત્તાનું સુકાન સોંપ્યું.
રાજપીપળામાં ભાજપનો ઐતિહાસિક વિજય થતા કોંગ્રેસ-આપ ના સુપડા સાફ થઈ ગયા છે.આઝાદી પછી પ્રથમવાર કોંગ્રેસ 'ઝીરો' પર સમેટાઈ છે.રાજપીપળા નગરપાલિકાની સ્થાપના બાદ આ ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે.રાજપીપળા નગરપાલિકામાં વોર્ડ નં. 1, 2, 5, 6, 7 માં તમામ 4-4 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.વોર્ડ નં. 4 માં ભાજપે તમામ 4 બેઠકો જીતી (જેમાં 1 બેઠક બિનહરીફ હતી).વોર્ડ નં.3 માં જંગ રસપ્રદ રહ્યો હતો, જેમાં ભાજપને 1 બેઠક મળી છે જ્યારે 3 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
