<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

અમદાવાદ શહેરમાં પ્રથમ વખત 14 ફેબ્રુઆરીએ 'આયર્નમેન 70.3' આંતરરાષ્ટ્રીય ટ્રાયથ્લોન સ્પર્ધા યોજાશે

દેશ-વિદેશથી આવેલા એથ્લીટ્સ સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ કરશે, ત્યારબાદ 90 કિલોમીટર સાઇકલિંગ અને 21.1 કિલોમીટર દોડ લગાવીને કુલ 113 કિલોમીટરની કઠિન સ્પર્ધા પૂર્ણ કરશે

અમદાવાદમાં આગામી 14 ફેબ્રુઆરી 2027ના રોજ પ્રથમ વખત વિશ્વપ્રસિદ્ધ ‘આયર્નમેન 70.3’ આંતરરાષ્ટ્રીય ટ્રાયથ્લોન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ રોમાંચક સ્પર્ધા અંતર્ગત દેશ-વિદેશથી આવેલા એથ્લીટ્સ સાબરમતી નદીમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ કરશે, ત્યારબાદ 90 કિલોમીટર સાઇકલિંગ અને 21.1 કિલોમીટર દોડ લગાવીને કુલ 113 કિલોમીટરની કઠિન સ્પર્ધા પૂર્ણ કરશે.

   આ આખી ઇવેન્ટ દરમિયાન અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ આ સ્પર્ધાના મુખ્ય આકર્ષણ અને કેન્દ્રસ્થાન બનશે. અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની આ એક મોટી પહેલ છે, જેનાથી આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી રમતોનું આયોજન કરવાનો ઉત્તમ અનુભવ મળશે.

(9:48 PM IST)