<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના કોડીનારના વેલણ ગામ નજીક આકાર પામશે:શિક્ષણ પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજાની મોટો જાહેરાત

પ્રોજેક્ટ બે તબક્કામાં સાકાર કરાશે ,પ્રથમ તબક્કામાં મરીન કોલેજનું નિર્માણ કરાશે જ્યારે બીજા તબક્કામાં મરીન ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવાશે

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની પ્રથમ મરીન કોલેજ હવે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ ગામ નજીક આકાર પામશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજાએ કોડીનાર ખાતે આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 

 શિક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ બે તબક્કામાં સાકાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં મરીન કોલેજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં મરીન ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. આ કોલેજના નિર્માણથી દરિયાઈ ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને નવી તકો ઉપલબ્ધ થવાની આશા છે. સાથે જ કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ અને રોજગારીની નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે.

(5:00 PM IST)