<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

રાજપીપળા Dgvcl દ્વારા પ્રિમોન્સુન કામગીરી કર્યા બાદ પણ સબ સ્ટેશનમાં ફાયર થતા ત્રણ કલાક વિજળી ગુલ

લગભગ 15 દિવસ અલગ અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખી પ્રિમોન્સુન કામગીરી કરી હતી

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળામાં વીજ કંપની દ્વારા હાલમાં જ પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી અને સવારે સબ સ્ટેશનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા ત્રણેક કલાક વીજ પુરવઠો ખોરવાયો હતો
મળતી માહિતી અનુસાર તાજેતરમાં જ રાજપીપળા મા વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી જેમાં અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી માટે કલાકો વીજ પૂરવઠો બંધ રાખી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ આજે સવારે સબ સ્ટેશનમાં કોઈક કારણોસર આગની ઘટના બનતા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારબાદ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો અને આ ઘટનાના કારણે આખા રાજપીપળામાં ત્રણેક કલાક વીજ પુરવઠો બંધ રહ્યો હતો.
હજુ તો ચોમાસું જોઈએ તેવું બેઠું નથી સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે અને ત્યારેજ અચાનક સબ સ્ટેશનમાં આગની ઘટના બનતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી માટે ત્રણેક કલાક બાદ વીજ પુરવઠો પુનઃ ચાલુ થયો હતો. પરંતુ ચોમાસુ બરાબર બેસી જશે ત્યારે વીજ કંપની એ પ્રિમોન્સુન કામગીરી કેવી કરી છે એ બાબત સ્પષ્ટ થઈ જશે

(10:36 PM IST)