<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

વડોદરામાં બેંક ઓફ બરોડા પાસે વીજ વાયરોમાં આગ: અનેક વિસ્તારોમાં અંધારપટથી લોકો પરેશાન

આસપાસના રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે ભયનો માહોલ

વડોદરા :સાવલી નગરના મધ્યમાં આવેલી બેંક ઓફ બરોડા નજીક આજે અચાનક વીજ વાયરોમાં આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આ આગને પગલે વીજ લાઈનોમાંથી તણખા ઝરવા લાગ્યા હતા અને જોતજોતામાં વાયરો સળગવા માંડ્યા હતા. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને કારણે આસપાસના રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની જ્વાળાઓ જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા.

(1:00 AM IST)