News of Monday, 26th October 2026
સુરતમાં ખાનગી ફટાકડા સ્ટોલ માટે ફાયર વિભાગને 300 અરજીઓ મળી :તમામ અરજીઓની ચકાસણી બાદ મંજૂરીની પ્રક્રિયા આગળ વધશે
સ્ટોલ પર 24 કલાક વ્યક્તિની હાજરી અને ફાયર સેફ્ટીનાં સાધનો ફરજિયાત રહેશે. હોસ્પિટલ, શાળા, પેટ્રોલ પમ્પ અને ટ્રાન્સફોર્મર નજીક સ્ટોલ રાખી શકાશે નહીં.

શહેરમાં ખાનગી ફટાકડાના સ્ટોલ શરૂ કરવા માટે ફાયર વિભાગને કુલ 300 અરજીઓ મળી છે. આ તમામ અરજીઓની ફાયર વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે. ફાયર સેફ્ટીની માર્ગદર્શિકા અને નક્કી કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરનારા સ્ટોલને જ મંજૂરી માટે આગળની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. સ્ટોલનું કદ, સ્થળની યોગ્યતા અને અગ્નિસુરક્ષાનાં સાધનો સહિતની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવશે.
સુરતમાં ખાનગી ફટાકડાના વેચાણ માટે સ્ટોલ શરૂ કરવા ઇચ્છુક અરજદારોએ ફાયર વિભાગ સમક્ષ અરજીઓ કરી છે. અત્યાર સુધીમાં કુલ 300 અરજીઓ મળી હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા તમામ અરજીઓની સ્ક્રુટિની કરવામાં આવશે. દરેક અરજીમાં દર્શાવવામાં આવેલી વિગતો અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ આગળ મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફાયર વિભાગની માર્ગદર્શિકા મુજબ ફટાકડાના સ્ટોલની સાઈઝ સુનિશ્ચિત કરવી જરૂરી રહેશે. આ ઉપરાંત સ્ટોલ પર રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક વ્યક્તિની હાજરી ફરજિયાત રહેશે. ફટાકડાના સ્ટોલમાં આગની સંભવિત ઘટનાને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટીનાં તમામ જરૂરી સાધનો ઉપલબ્ધ રાખવાના રહેશે. આ નિયમોનું પાલન થાય તે બાબતને મંજૂરીની પ્રક્રિયામાં વિશેષ મહત્ત્વ આપવામાં આવશે.
ફટાકડાના સ્ટોલની જગ્યાને લઈને પણ ફાયર વિભાગે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરી છે. તે મુજબ હોસ્પિટલ, શાળા, ટ્રાન્સફોર્મર અને પેટ્રોલ પમ્પની નજીક ફટાકડાના સ્ટોલ ઊભા કરી શકાશે નહીં. સ્ટોલ માટે પસંદ કરવામાં આવેલી જગ્યાની યોગ્યતા અને આસપાસની પરિસ્થિતિનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરવામાં આવશે. તમામ સલામતીના નિયમોનું પાલન થાય તે જરૂરી રહેશે.
અરજીઓ સ્થાનિક ઝોન કક્ષાએ ઝોનલ ફાયર ચીફ અને ડેપ્યુટી ચીફ ઓફિસને મોકલવામાં આવશે. સંબંધિત અધિકારીઓ દ્વારા સ્ટોલની જગ્યા પર જઈને સ્થળ તપાસ અને નિરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન ફાયર વિભાગની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવશે. જરૂરી તમામ શરતોની પૂર્તતા થયા બાદ જ અરજી આગળ મોકલવામાં આવશે.
ફાયર વિભાગની ચકાસણી અને જરૂરી પૂર્તતા પૂર્ણ થયા બાદ અરજી આરોગ્ય વિભાગને મોકલવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા અરજી પોલીસ કમિશનર કચેરીએ મોકલવામાં આવશે. જ્યાંથી ફટાકડાના સ્ટોલ અંગેની NOC આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા અંગે સેન્ટ્રલ ઝોનના ફાયર ઓફિસર એચ.એસ. ધોબીએ માહિતી આપી છે. આમ, સુરતમાં ફટાકડાના સ્ટોલને મંજૂરી આપવા માટે સલામતીના નિયમો અને વિવિધ વિભાગોની ચકાસણીને પ્રાથમિકતા આપવામાં આવશે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
