<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

અમદાવાદમાં દિવાળીના પર્વના 3 દિવસમાં ફાયર વિભાગને મળ્યા 256 કોલ

દિવાળીના દિવસે 136, બેસતા વર્ષના પડતર દિવસે 94 અને નૂતન વર્ષના દિવસે સૌથી ઓછા 26 કોલ નોંધાયા

અમદાવાદમાં દિવાળીના ત્રણ દિવસના તહેવારો દરમિયાન ફાયર બ્રિગેડને આગ અને ઈમરજન્સીના કુલ 256 કોલ મળ્યા હતા, જેમાં દિવાળીના દિવસે 136, બેસતા વર્ષના પડતર દિવસે 94 અને નૂતન વર્ષના દિવસે સૌથી ઓછા 26 કોલ નોંધાયા હતા. આ 256 કોલમાંથી 120 કોલ કચરામાં લાગેલી આગના હતા, જ્યારે 2 કોલ ફેક્ટરીમાં લાગેલી આગના હતા. રાહતની વાત એ છે કે ફટાકડાના કારણે આ ત્રણ દિવસ દરમિયાન એકપણ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ વાઘ બારસના દિવસે ચાંગોદર સ્થિત એક ચોકલેટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હતું.

(11:07 AM IST)