<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

વડોદરાના ગેંડા સર્કલ પાસે કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી : ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું

આગ લાગતાં જ કોમ્પ્લેક્સમાં અફરાતફરી અને દોડધામના દૃશ્યો સર્જાયા

વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં જ કોમ્પ્લેક્સમાં અફરાતફરી અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે કોમ્પ્લેક્સમાં ફસાયેલા કેટલાક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સહિતની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

(12:55 PM IST)