News of Friday, 22nd May 2026
અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં બંધ મકાનમાં આગ ભભૂકી :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા
ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

અમદાવાદ : અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા સહજાનંદ ટાવરમાં એક બંધ મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
