તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 23rd October 2026
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગરમાં સાડીની દુકાનમાં આગ ભભૂકી: માલસામાન બળીને ખાખ
વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં સાડીની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે દુકાનમાં રાખેલો સાડીઓ સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના પગલે દુકાનમાલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચક કામગીરીને કારણે આગ વધુ દુકાનો કે આસપાસના વિસ્તારમાં પ્રસરતી અટકી હતી. પ્રાથમિક આશંકા મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટનામાં જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
