તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
બોર્ડ વગર ચાલતી ગેરકાયદે શાળાઓ સામે ₹15 લાખ સુધીનો દંડ અને 2 વર્ષની જેલની સજાની જોગવાઈ :શિક્ષણ સુધારા વિધેયક રજૂ કરાશે
ગુજરાત વિધાનસભામાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા શિક્ષણ સુધારા વિધેયક રજૂ કરશે: નોટિસ વગર શાળા બંધ નહીં કરી શકાય તેમજ નોન-ટીચિંગ સ્ટાફની ભરતી સરકાર દ્વારા કરવામાં આવશે

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં શિસ્ત, ગુણવત્તા અને પારદર્શિતા લાવવાના હેતુથી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા એક અત્યંત સીમાચિહ્નરૂપ પગલું ભરવામાં આવી રહ્યું છે. રાજ્ય વિધાનસભામાં આગામી દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવતું 'શિક્ષણ સુધારા વિધેયક સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા દ્વારા રજૂ થનારા આ બિલમાં બોર્ડની માન્યતા વિના ગેરકાયદેસર રીતે ધમધમતી શાળાઓ પર આકરો સકંજો કસવા માટે અત્યંત કડક શિક્ષાત્મક જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
રાજ્યમાં કોઈપણ માન્ય બોર્ડની મંજૂરી વિના ચાલતી બિનઅધિકૃત શાળાઓ સામે સરકારે લાલ આંખ કરી છે. પ્રસ્તાવિત વિધેયકમાં ગેરકાયદેસર શાળાઓ ચલાવતા સંચાલકો સામે દંડની રકમમાં તોતિંગ વધારો કરીને ₹15 લાખ સુધી કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે કડક શિક્ષાત્મક પગલાં રૂપે બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ પણ બિલમાં સામેલ કરાઈ છે.
અત્યાર સુધી અચાનક કે મનસ્વી રીતે શાળાઓ બંધ કરી દેવાના કારણે વિદ્યાર્થીઓના ભણતર અને કારકિર્દી પર ગંભીર જોખમ ઊભું થતું હતું. નવા વિધેયક અનુસાર, કોઈપણ શાળા સંચાલક યોગ્ય વહીવટી પ્રક્રિયા અને પૂર્વ સત્તાવાર નોટિસ આપ્યા વગર શાળાને મનસ્વી રીતે બંધ કરી શકશે નહીં. આ જોગવાઈથી વિદ્યાર્થીઓ અને વાલીઓનું હિત સુરક્ષિત રહેશે.
આ વિધેયકની સૌથી મહત્વપૂર્ણ બાબત ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં ભરતી પ્રક્રિયાને લઈને છે. શાળાઓમાં કાર્યરત બિનશૈક્ષણિક સ્ટાફ એટલે કે નોન-ટીચિંગ સ્ટાફની ભરતી હવે શાળા સંચાલક મંડળોને બદલે સીધી રાજ્ય સરકાર દ્વારા જ પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે. સરકારના આ વ્યાપક સુધારાઓ સાથેના બિલથી રાજ્યના સમગ્ર શિક્ષણ જગતમાં વહીવટી માળખું વધુ સુદ્રઢ અને શિસ્તબદ્ધ બનશે
.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
