તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 30th April 2026
બાલાસિનોર ST બસ ડેપોમાં ફિલ્મી ઢબે બસ ચોરી : વર્કશોપમાંથી એક અજાણ્યો શખ્સ બસ લઈને ફરાર
બસની ચોરી થતાં ડેપો તંત્ર અને પોલીસ કાફલામાં ભારે દોડધામ: ઝાડીઓ વચ્ચે બસને બિનવારસી હાલતમાં મૂકીને પોતે ગાયબ થઈ ગયો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ST બસ ડેપોમાં ફિલ્મી ઢબે બસ ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ડેપોના વર્કશોપમાંથી એક અજાણ્યો શખ્સ બસ લઈને ફરાર થઈ ગયો હતો. ઘટના 28 એપ્રિલની સાંજે બની હોવાનું જાણવા મળ્યું છે. બસની ચોરી થતાં ડેપો તંત્ર અને પોલીસ કાફલામાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ બસ લઈને ડેપોમાંથી ફરાર થઈ, ઝાડીઓ વચ્ચે બસને બિનવારસી હાલતમાં મૂકીને પોતે ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન લગભગ ત્રણ કલાક બાદ કઢૈયાની સીમ વિસ્તારમાંથી બસ મળી આવી હતી. આ સમગ્ર મામલે ડેપો મેનેજરે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
