<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

અમદાવાદના સિંગરવા ગામમાં પાન પાર્લરમાં મારામારી :ચાર લોકોએ ભેગા મળી લાકડા અને સ્ટુલ વડે માર માર્યો

ઓઢવ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી. પોલીસે ચારે આરોપીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું

અમદાવાદના સિંગરવા ગામમાં પાન પાર્લરમાં મારામારીનો બનાવ બન્યો છે. પાન પાર્લર ચલાવતા વ્યક્તિને સિગરેટના પૈસા આપવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મારામારી થઇ હતી ચાર લોકોએ ભેગા મળી લાકડા અને સ્ટુલ વડે માર માર્યો હતો. ઘટના પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ઓઢવ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે ચારે આરોપીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતી .

(6:20 PM IST)