<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : રાજ્યના ૯ જિલ્લાના ૩૫ તાલુકાઓમાં સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ તોફાની બેટિંગ : નવસારીના ચીખલીમાં ૭.૮૭ ઇંચ આકાશી આફત ખાબકતાં જળબંબોળ

સવારના બે કલાકમાં જંગી મેઘતાંડવ મચાવતા ટોપ-૭ શહેરોની આંકડાકીય વિગત : ચીખલીમાં ૭.૮૭ ઇંચ, ગણદેવીમાં ૪.૪૯ ઇંચ, ખેરગામમાં ૩.૫૪ ઇંચ, વઘઈમાં ૩.૧૫ ઇંચ, ડોલવણમાં ૨.૫૬ ઇંચ, વાંસદામાં ૨.૪૪ ઇંચ અને અંબિકામાં ૨.૧૩ ઇંચ વરસાદ નોંધાયો

 ગાંધીનગર:  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, આજે તારીખ ૦૩/૦૭/૨૦૨૬ ના રોજ વહેલી સવાર બાદ પણ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં ધબધબાટી ચાલુ રાખી છે. આજે સવારે ૦૮:૦૦ વાગ્યાથી લઈને સવારના ૧૦:૦૦ વાગ્યા સુધીના માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં રાજ્યના કુલ ૯ જિલ્લાના ૩૫ તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ભયાનક વરસાદના કારણે નવસારી જિલ્લા સહિતના તમામ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.

 

 નવસારી અને ડાંગ જિલ્લામાં આભ ફાટ્યું: ચીખલીમાં રેકોર્ડબ્રેક વરસાદ:

આજે સવારે ૮ થી ૧૦ દરમિયાન સૌથી વધુ મેઘતાંડવ નવસારી જિલ્લામાં જોવા મળ્યું હતું. વરસાદના સત્તાવાર ડેટા અનુસાર, નવસારીના ચીખલી તાલુકામાં માત્ર બે કલાકમાં જ ૭.૮૭ ઇંચ (૨૦૦ મીમી) વરસાદ ઝીંકાઈ જતાં ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. આ સિવાય નવસારીના જ ગણદેવીમાં ૪.૪૯ ઇંચ અને ખેરગામમાં ૩.૫૪ ઇંચ આકાશી આફત વરસી છે. ડાંગ્સ જિલ્લાના વઘઈમાં ૩.૧૫ ઇંચ, તાપીના ડોલવણમાં ૨.૫૬ ઇંચ, નવસારીના વાંસદામાં ૨.૪૪ ઇંચ અને સુરતના અંબિકામાં ૨.૧૩ ઇંચ વરસાદ ખાબકતાં સ્થાનિક નદી-નાળાઓ ઉભરાયા છે.

 

 સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં અન્ય તમામ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદની વિગત:

આ બે કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, તાપી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી છે, જેના ઇંચમાં આંકડા નીચે મુજબ છે:

    ૧.00 ઇંચથી ૧.૯૩ ઇંચ સુધીનો વરસાદ:  ધ ડાંગ્સ (૧.૯૩ ઇંચ), પાટણ-વેરાવળ (૧.૭૩ ઇંચ), ધરમપુર (૧.૫૭ ઇંચ), સુબીર (૧.૫0 ઇંચ), નાનાપોંઢા (૧.૨૬ ઇંચ), માળિયા હાટીના (૧.૧૮ ઇંચ) અને સુત્રાપાડા (૧.૧૮ ઇંચ).

    0.૫૦ ઇંચથી 0.૯૮ ઇંચ સુધીનો મધ્યમ વરસાદ:  કેશોદ (0.૯૮ ઇંચ), વલસાડ (0.૭૯ ઇંચ), પારડી (0.૬૭ ઇંચ), નવસારી (0.૬૭ ઇંચ), કોડિનાર (0.૫૯ ઇંચ), જલાલપોર (0.૫૯ ઇંચ), કપરાડા (0.૫૫ ઇંચ), વાપી (0.૫૧ ઇંચ) અને વાલોડ (0.૫૧ ઇંચ).

    0.૫૦ ઇંચથી ઓછો હળવો વરસાદ:  ઉમરગામ (0.૪૭ ઇંચ), માંગરોળ-જૂનાગઢ (0.૩૫ ઇંચ), તલાલા (0.૨૮ ઇંચ), વ્યારા (0.૧૬ ઇંચ), ચોર્યાસી (0.૧૬ ઇંચ), ઇડર (0.૧૨ ઇંચ), મેંદરડા (0.૧૨ ઇંચ), સંતરામપુર (0.૧2 ઇંચ), પલસાણા (0.૦8 ઇંચ), ઉચ્છલ (0.૦૮ ઇંચ) તેમજ સુરત સિટીમાં 0.૦૪ ઇંચ અને ઉનામાં 0.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

 

મુસળધાર વરસાદના પગલે માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને ઓફિસ તેમજ રોજીંદા કામકાજ માટે નીકળેલા નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી સમયમાં અતિભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

(10:41 AM IST)