<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

અમદાવાદના મુખ્ય બજારોમાં તહેવારોની રજા: મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ

હવે લાભ પાંચમ પછી જ મુખ્ય બજારો ફરી એકવાર ગ્રાહકોની રોનક સાથે ધમધમી ઊઠશે.

અમદાવાદના મુખ્ય બજારોમાં તહેવારોની રજાઓને પગલે લાલ દરવાજા અને રિલીફ રોડ સહિતના મુખ્ય વેપારી મથકો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા, જ્યારે ભીડભંજન અને ગુરુકુળ જેવા બજારોમાં પણ સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં ધમધમતા અને ભારે ભીડથી ઉભરાતા આ બજારોમાં હાલ મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રહેતાં ચારેકોર શાંતિનો માહોલ જોવા મળ્યો છે. તહેવારોની રજાઓ પૂર્ણ થયા બાદ હવે લાભ પાંચમ પછી જ અમદાવાદના આ મુખ્ય બજારો ફરી એકવાર ગ્રાહકોની રોનક સાથે ધમધમી ઊઠશે.

(4:14 PM IST)