<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

જિલ્લા પંચાયતમાં લોકશાહીનું પર્વ, કાલે મતદારો લેશે મતદાનનું ગર્વ

લોકશાહીના મહાપર્વની સૌ સાથે મળીને કરીએ ઉજવણી, ટોળાશાહી ત્‍યજીને આપણી બૌધ્‍ધિક શકિતની કરીએ મૂલવણી : સૌરાષ્‍ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે ૧૦૯ ઉમેદવારોઃ બે બેઠકોમાં કોંગ્રેસ નહિ, ૩ બેઠકો ‘આપ' વગરનીઃ મોટાભાગે ત્રિપાંખીયો જંગ : રાજકોટ જિલ્લા પંચાતયમાં વિતેલા પાંચ વર્ષે ભાજપનું રાજ હતુઃ આવતા પાંચ વર્ષ પુનરાવર્તન કે પરિવર્તન ? ગ્રામીણ ક્ષેત્રના મતદારો મહત્‍વપૂર્ણ જનાદેશ મત મશીનમાં કેદ કરશેઃ મંગળવારે પરિણામઃ ૩૩ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખીયો જંગઃ ૩ બેઠકોમાં ‘આપ' નથીઃ ર બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર નહિઃ પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ બક્ષીપંચ અનામતઃ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સૌથી વધુ પાટીદાર અને કોળી મતદારોઃ પ્રચારમાં સ્‍થાનિક મુદાઓ ઉપરાંત રાજય અને રાષ્‍ટ્રીય કક્ષાના મુદાઓ ઉછળ્‍યાઃ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં પ૯પ બેઠકોની પણ ચૂંટણી

 

રાજકોટ તા. રપ :.. સમગ્ર રાજયના તમામ જિલ્લાઓને સ્‍પર્શતા જનાદેશનો અવસર આવ્‍યો છે. રાજયની પાલિકા પંચાયતોની ચૂંટણી માટે કાલે તા. ર૬ એપ્રિલ રવિવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્‍યા સુધી મતદાનનો સમય છે. લોકશાહીના આ પર્વમાં મતદારો ગર્વ સાથે મતદાન કરશે. તા. ર૮ મંગળવારે સવારથી મત ગણતરી થશે. જનાદેશ રાજયના આગામી સમયના રાજકારણની દિશા અને દશા નકકી કરશે. શહેરી અને ગ્રામ્‍ય બન્ને ક્ષેત્રની ચૂંટણી અને મતદાન એક જ દિવસે છે. રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતો માટે લોકશાહીનું પર્વ આવ્‍યું છે. જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં કુલ ૧૪ લાખ મતદારો છે.

રાજયમાં રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્‍દ્રનગર, પોરબંદર, મોરબી સહિત ૧પ મહાનગરોની અને ૮૪ નગરપાલિકાઓની ચૂંટણી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે અને જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની  પ૯૫ બેઠકો  માટે આવતીકાલે મતદાન છે. ગ્રામીણ ક્ષેત્રમાં મુખ્‍યત્‍વે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે જંગ છે. એકમાત્ર ભાજપના ઉમેદવારો તમામ ૩૬ બેઠકો પર છે. ‘આપ' ના ઉમેદવારો ૩૩ બેઠકો પર લડે છે. કોંગ્રેસના ઉમેદવારો ૩૪ છે. એક ઉમેદવારે બે-ત્રણ દિવસ પહેલા મેદાન મૂકી ભાજપને ટેકો જાહેર કરેલ પણ તેમણે ફોર્મ પાછુ ખેંચ્‍યુ ન હોવાથી મત મશીનમાં ઉમેદવારોની યાદીમાં તેનું નામ રહેશે. સ્‍પષ્‍ટ બહુમતી માટે ઓછામાં ઓછી ૧૯ બેઠક મળવી જરૂરી છે. જિલ્લા પંચાયતનું પ્રમુખપદ પ્રથમ અઢી બક્ષીપંચ માટે અનામત છે. બીજા અઢી વર્ષનું સેટેશન જાહેર થયુ નથી. પંચાયતમાં શાસન જાળવવા ભાજપ અને શાસન છીનવવા કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી પ્રયત્‍નશીલ છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપે મુખ્‍યત્‍વે વિકાસનો મુદ્‌્‌ો અને કેન્‍દ્ર તથા રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પ્રચારમાં આગળ કરી છે. વિપક્ષોએ શાસનમાં ભ્રષ્‍ટાચાર, કાયદો વ્‍યવસ્‍થા, મોંઘવારી, ખેડૂતોની સમસ્‍યાઓ વગેરે પર પ્રચારમાં ભાર મૂકયો છે. મતક્ષેત્ર મુજબ અલગ-અલગ સ્‍થાનિક મુદ્‌્‌ાઓ છે. મતદારોએ મન  કળાવા દીધુ નથી પણ મત માંગવા જતા બધા ઉમેદવારોને આશ્વાસન આપ્‍યુ છે. પક્ષનું નિશાન, ઉમેદવારની વ્‍યકિતગત પ્રતિભા, ચૂંટણી વખતનો માહોલ, જ્ઞાતિ પરિબળ વગેરે મુદ્‌્‌ાઓ હાર-જીતમાં ભાગ ભજવે છે.

(2:31 PM IST)