તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
એક મહિલા કેદી ૧૮ દિવસના શિશુને પણ જેલમાં સાથે લઈ આવી
ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ૪ મહિલાઓ પણ દોષિત ઠરી હતી : કેદી નંબર ૯૦૮૮૮ ચૈતર વસાવા સહિતના કેદીઓને જુદી જુદી બેરેક ફાળવાઈ

વડોદરા,તા.૨૫: નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા દાષિત ઠરાવાયેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના પાંચ પુરુષ આરોપી અને ૪ મહિલા આરોપીઓને ગઈકાલે મંગળવારે સાંજે વડોદરા સેન્ટ્રલ જેલમાં લવાયા હતા. મહિલા કેદી પૈકીની એક મહિલા ૧૮ દિવસના માસૂમ શીશુને પણ જેલમાં લાવી હતી. ડોકટરના નેતૃત્વમાં માતાને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. તેમ જેલ સત્તાવાળાઓ દ્વારા જણાવાયું છે.
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના પાંચ પુરુષ તેમજ ૪ મહિલા આરોપીઓના કેદી નંબર અપાઈ ચુક્યા છે. મંગળવારની રાત તમામને ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા. મહિલા કેદીઓને મહિલા જેલમાં રાખવામાં આવ્યા છે. બાકીના કેદીઓને આજે બુધવારે વડોદરા સેન્ટ્રલ જેલમાં જુદી જુદી બેરેક ફાળવવામાં આવી હતી.
૪ મહિલા આરોપીઓમાં એક મહિલાને ૧૮ દિવસનું બાળક છે. જે મહિલા પોતાના બાળકને પણ જેલમાં લઈ આવી છે. જેલના નિયમ પ્રમાણે ૬ વર્ષની ઉંમર સુધીનું બાળક જેલમાં મહિલા કેદી સાથે રહી શકે છે. બાળક અને માતાને
ડોકટરના સુપરવિઝન હેઠળ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ કિસ્સામાં શીશુ માત્ર ૧૮ દિવસનું હોવાથી જેલ સત્તાવાળાઓ દ્વારા મેડિકલ સુપરવિઝનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
