તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Friday, 17th July 2026
સુરતના ઉધના વિસ્તારમાંથી 6 કિલો 080 ગ્રામ ગાંજા સાથે મહિલા પેડલર ઝડપાઇ
પોલીસે 3.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

સુરતના ઉધના વિસ્તારમાંથી નશાના કાળા કારોબાર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને ગાંજાના મોટા જથ્થા સાથે એક મહિલા પેડલરને રંગેહાથ દબોચી લીધી છે. નશાના આ નેટવર્કમાં મહિલાની ધરપકડ થતાં સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ છે.
ઉધના પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ અને ખાનગી બાતમીના આધારે ઘેરાબંધી કરીને પૂજા નામની મહિલાને અટકાયતમાં લીધી હતી. પોલીસ દ્વારા તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી ગેરકાયદે રાખવામાં આવેલો માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલા પાસેથી કુલ 6 કિલો અને 080 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ આંતરબજારમાં જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત 3,04,000 આંકવામાં આવી છે.
લાખો રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા સાથે પકડાયેલી આરોપી મહિલા પૂજા વિરૂદ્ધ ઉધના પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે, આ મહિલા આટલો મોટો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવી હતી અને સુરત શહેરમાં તે કોને સપ્લાય કરવાની હતી. આ નેટવર્કની પાછળ અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે, તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
