<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સૂચિત ટયુશન કાયદામાં વિવિધ જોગવાઇઓ કરવા મુદ્દાઓની ફેડરેશન ઓફ એકેડમી એસો.ની રજુઆત

મુદ્દાઓ ધ્‍યાને લેવામાં ન આવે તો સરકાર સામે લડતઃ હેમાંગ રાવલ

અમદાવાદ, તા.૩૧: સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડલાઈન આપેલી હતી તે મુજબનો સૂચિત ટયુશન એક્‍ટ ગુજરાતમાં આવનાર છે, ફેડરેશન ઓફ એકેડેમી એસોસિએશન ગુજરાત એ મુખ્‍ય સ્‍ટેક હોલ્‍ડર હોવાથી નીચેના મુદ્દાઓ સરકારશ્રી એ ધ્‍યાનમાં લેવા રજૂઆત કરવામાં આવે છે. ઉપરોક્‍ત મુદ્દાઓ જો સ્‍વીકારવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ગાંધીજી આ માર્ગે તથા કાયદાકીય લડત લડવામાં આવશે તેમ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના  ચેરમેનઃ હેમાંગ રાવલ જણાવે છે.

ફી રિફંડની જોગવાઈ ફક્‍ત ‘ટયુશન ફી' માટે લાગુ પડેઃ એકવાર આપેલ કિટ, ડ્રેસ, મટીરીયલ, સોફ્‌ટવેર, એપ્‍લિકેશન અથવા ડિજિટલ એક્‍સેસ માટેનો ખર્ચ પરત ન આપવો જોઈએ. ફી રિફંડ માટે લખિત એગ્રિમેન્‍ટ ફરજીયાત અને સ્‍પષ્ટ સમય મર્યાદા ધરાવતું હોવું જોઈએ. વિવાદ નિવારણ માટે ડિસ્‍ટ્રિક્‍ટ લેવલ ડિસ્‍પ્‍યુટ રિઝોલ્‍યુશન કમિટી બનાવવી. જોઇએ.

રજીસ્‍ટ્રેશન માટે કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવી જોઈએ. રજીસ્‍ટ્રેશન એકવાર માટે જ માન્‍ય (Lifetime Registration) રાખવી, અને ફક્‍ત સ્‍થળ બદલાય ત્‍યારે જ નવી એપ્‍લિકેશન ફરજીયાત રાખવી. રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને સિંગલ વિન્‍ડો પદ્ધતિથી થવી જોઈએ.

દરેક રજીસ્‍ટર્ડ સંસ્‍થાને QR કોડ આધારિત ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ બનનારા આ કાયદામાં, શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓના કલ્‍યાણ અને શિક્ષકના હક્ક વચ્‍ચે સંતુલન જળવાઈ રહે તે માટે નીચેના મુદ્દાઓ ફેડરેશન તરફથી રજૂ કરવામાં આવે છે. તેમ હેમાંગ રાવલ જણાવે છે.

કોઈપણ વ્‍યક્‍તિ અથવા સંસ્‍થા જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપે છે ラ તે ‘કોચિંગ ક્‍લાસ' ગણાય. આ વ્‍યાખ્‍યામાં ઓફલાઇન, ઓનલાઇન, હોમ ટીચર અને ફ્રીલાન્‍સ કોચ તમામનો સમાવેશ કરવો જોઈએ.

ઓનલાઈન પ્‍લેટફોર્મ (ByjuÓs, Vedantu, PhysicsWallah વગેરે) પણ સમાન નિયમન હેઠળ આવવા જોઈએ.

સમય અને સમયસૂચિનો સમન્‍વય જરૂરી છે. કોચિંગ ક્‍લાસીસના સમય માટે નિયમ બનાવતા પહેલા શાળાઓના સમયનો પણ પુનર્વિચાર કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પર અતિશય દબાણ ન પડે. કોચિંગ ક્ષેત્ર પણ શિક્ષણનો પૂરક ભાગ છે, તેથી Article 19(1)(g) મુજબ શિક્ષકોના વ્‍યવસાયિક સ્‍વતંત્રતાનો હક અખંડિત રહે.

ઓનલાઈન ક્‍લાસીસ આપતી કંપનીઓ માટે સ્‍થાનિક રજીસ્‍ટ્રેશન ફરજીયાત રાખવી.

ડેટા પ્રાઇવસી, ફી ટ્રાન્‍સપરન્‍સી અને સર્વર લોકેશન અંગે સ્‍પષ્ટ નિયમો બનાવવા વગેરે ઉપરાંત વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍ય, દંડ-નિયમ, ફેડરેશનને નોડલ એજન્‍સી તરીકે માન્‍યતા, રાજયભરના કલાસીઝની નોંધણી સંકલ વગેરે મુદ્દા ફેડરેશને સૂચવ્‍યા છે

(3:41 PM IST)