News of Wednesday, 3rd June 2026
મિલકતોના ભાવમાં 20 ટકા સુધીનો મોટો ઉછાળો આવવાની ભીતિ :અમદાવાદમાં રિયલ એસ્ટેટના ડેવલપર્સની મહત્વની મિટિંગ યોજાઈ
NAREDCO ગુજરાત અને બિલ્ડર્સ એસોસિએશનની મહત્વની બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના ડેવલપર્સ દ્વારા લેબર પર 18 ટકા GST અને પેઈડ FSIના વધતા બોજ અંગે ગંભીર ચિંતા

અમદાવાદમાં આયોજિત NAREDCO ગુજરાત અને બિલ્ડર્સ એસોસિએશનની મહત્વની બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના ડેવલપર્સ દ્વારા લેબર પર 18 ટકા GST અને પેઈડ FSIના વધતા બોજ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક કરવેરાઓના કારણે આગામી 30 જૂન બાદ મિલકતોના ભાવમાં 20 ટકા સુધીનો મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને જનતા પર ભાવ વધારાનો બોજ ન પડે તે માટે આશરે 700 થી 800 બિલ્ડરોએ એકત્ર થઈ વિસ્તૃત ચિંતન કર્યું હતું.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને રજૂ થયેલી માંગણીઓ મુજબ ટેક્સ તેમજ કરવેરાનું ભારણ ઘટાડવા માટે બિલ્ડર્સ એસોસિએશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવશે, જેથી રિયલ એસ્ટેટ સેક્ટરની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
