<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં અચાનક રીંછ ઘૂસી આવતાં ગામમાં ભયનો માહોલ

રહેણાંક વિસ્તારમાં રીંછ ફરતું જોવા મળતાં લોકોમાં અફરાતફરી મચી: ઘણા લોકો ઘરોમાં જ પુરાઈ ગયા

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં અચાનક રીંછ ઘૂસી આવતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારમાં રીંછ ફરતું જોવા મળતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘણા લોકો ઘરોમાં જ પુરાઈ ગયા હતા. શેરીમાં રીંછ ફરી રહ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રીંછને સુરક્ષિત રીતે પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

(11:39 AM IST)