<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સુરતના હજીરામાં ONGC નજીક ગમખ્વાર અકસ્માત: L&T કંપનીની બસ ટ્રક પાછળ અથડાતા 29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત

રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાતા બસમાં સવાર 29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત:તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની L&T હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

સુરતના હજીરામાં ONGC નજીક આજે સવારે L&T કંપનીની બસને ગંભીર અકસ્માત નડ્યો હતો. રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાતા બસમાં સવાર 29 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની L&T હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(7:31 PM IST)