તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેતીની સિઝન પૂરજોશમાં: ડીઝલની અછતે ખેડૂતોની ઊંઘ હરામ કરી
રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખેડૂતોને માત્ર 45 લિટર જ ડીઝલ આપવામાં આવતા મોટી મુશ્કેલી:મર્યાદિત જથ્થાને કારણે મશીનો ચલાવવા અશક્ય બન્યા

નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ખેતીની સિઝન પૂરજોશમાં છે, પરંતુ ડીઝલની અછતે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. એક તરફ નવી જમીન તૈયાર કરવા ટ્રેક્ટરની જરૂર છે, તો બીજી તરફ ડાંગરની કાપણીનો સમય છે. મજૂરોની અછત વચ્ચે ખેડૂતો હાર્વેસ્ટર મશીન પર નિર્ભર છે, જેને દિવસના 150 લિટર ડીઝલની જરૂર પડે છે.
પરંતુ, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ખેડૂતોને માત્ર 45 લિટર જ ડીઝલ આપવામાં આવતા મોટી મુશ્કેલી સર્જાઈ છે. મર્યાદિત જથ્થાને કારણે મશીનો ચલાવવા અશક્ય બન્યા છે. ચોમાસું નજીક હોવાથી જો વહેલી તકે કાપણી ન થાય તો પાકને નુકસાન જવાની અને નીચા ભાવ મળવાની ભીતિ છે. ખેડૂતો હવે વહેલી તકે પૂરતા જથ્થામાં ડીઝલ મળે તેવી માંગ કરી રહ્યા છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
