તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
ગુજરાતમાં ઓછા વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં : જ્યાં જરૂર હશે ત્યાં દુષ્કાળ જાહેર કરાશે: જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ, આજી-ન્યારી ડેમમાં 50% જ પાણી, ખેડૂતો દુષ્કાળ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે ખેતી- પીવાના પાણીની સમસ્યા

ગાંધીનગર-રાજકોટ તા.25 : ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે ખેતી અને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. આ મુદ્દે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
સંદેશના અહેવાલ મુજબ, મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે, "રાજ્યમાં જ્યાં જરૂર જણાશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે. સરકાર ખેડૂતોની પડખે છે અને સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે."
તેમણે ઉમેર્યું હતું કે, અલ-નિનોની અસરના કારણે આ વર્ષે વરસાદ ઓછો રહ્યો છે. સરકાર દ્વારા ડેમોની જળ સપાટી, પાકની સ્થિતિ અને ઘાસચારાની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં આજી અને ભાદર ડેમમાં માત્ર 50% પાણી બચ્યું છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ગત વર્ષની સરખામણીએ 70% ઘટી ગઈ છે અને ભાવ પ્રતિ મણ 1500 થી 1750 રૂપિયા સુધી પહોંચ્યા છે. બીજી તરફ ઘાસચારાનો ભાવ બમણો થઈ જતા પશુપાલકો મુશ્કેલીમાં છે. રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં છેલ્લા 20 દિવસમાં 6000 બળદો મૂકી જવામાં આવ્યા છે.
વિપક્ષ કોંગ્રેસ દ્વારા રણદીપ સુરજેવાલાએ રાજકોટમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ખેતી નિષ્ફળ ગઈ છે છતાં સરકાર દુષ્કાળ જાહેર કરતી નથી. જેના જવાબમાં મંત્રી બાવળિયાએ આ નિવેદન આપ્યું છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
