તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
બોટાદમાં રવી સિઝનની વાવણીને લઈને ખેડૂતોએ તૈયારીઓ શરુ કરી
ઓછો વરસાદ પડવાના કારણે જળસંગ્રહમાં મોટો ઘટાડો નોંધાયો: ખેડૂતો સામે સિંચાઈના પાણીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો

બોટાદમાં રવી સિઝનની વાવણીને લઈને ખેડૂતોએ તૈયારીઓ શરુ કરી છે તેવામાં શિરવાણીયા ગામના ખેડૂતોએ અંદાજે 50 ટકા જેટલું વાવેતર પણ પૂર્ણ કરી દીધું છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ પડવાના કારણે જળસંગ્રહમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના લીધે ખેડૂતો સામે સિંચાઈના પાણીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને ઘઉં, ચણા અને જીરું જેવા રવી સિઝનના મહત્વના પાકોને સમયસર પાણી મળી રહે તે અત્યંત જરૂરી છે. હાલમાં સિંચાઈ યોજનાઓ મારફતે પાણી છોડવાની ચર્ચાઓ વચ્ચે પણ અનેક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા સમયસર સિંચાઈનું પાણી છોડવામાં આવશે તો જ સારો પાક થશે, નહીંતર પાક નિષ્ફળ જવાની અને મોટી આર્થિક નુકસાની વેઠવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
