તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ખેડૂતો ડીઝલ-ખાતર માટે ૫ થી ૧૨ કલાક સુધી લાંબી લાઈનમાં
ફોર વ્હીલરમાં ચોક્કસ રકમનું ઈંધણ આપવાનું રેશનિંગ શરૂ વૈશ્વિક યુદ્ધની સ્થિતિની જાણ હોવા છતાં યોગ્ય આયોજનમાં નિષ્ફળતા

અમદાવાદ તા.૨૨: પેટ્રોલ-ડીઝલની અછતને કારણે સામાન્ય જનતા અને ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં સરકારને આગોતરી ખબર હોવા છતાં દેશમાં પૂરતો જથ્થો હોવાના અને ચિતા ન કરવાના ભાજપ સરકારે મોટા મોટા દાવા કર્યા હતા. પરંતુ વાસ્તવિકતાનું તદ્દન અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે. હાલ ખેતીની મુખ્ય સિઝન ચાલી રહી છે ત્યારે ટ્રેકટરો માટે ડીઝલ મેળવવા સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પેટ્રોલ પંપ પર ૫ થી ૧૨ કલાક સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, છતાં તેમને પૂરતું ઈપણ મળનું નથી. આ ઉપરાંત, નોકરીએ જતા યુવાનોને મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવવા માટે રઝળપાટ કરવો પડે છે. અને ફોર વ્હીલર ગાડીઓમાં પણ
ચોક્કસ રકમનું જ ઈધણ આપવાનું રેશનિગ શરૂ કરી દેવાયું છે. સંકટની જાણ પહેલેથી હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે આજે ગુજરાતનો ખેડૂત અને સામાન્ય નાગરિક દરેક દરેક રીતે ર હેરાન-પરેશાન થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસે આ દાવો કરી જણાવ્યું હતું કે. દેશનો સામાન્ય નાગરિક, યુવાન અને ખેડૂત પાયાની સુવિધાઓ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જે આ સરકારની સ્પષ્ટ નિષ્ફળતા છે. જનતાએ સત્તાધારી પક્ષને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે મત આપ્યા નથી. સુખ-સુવિધા મેળવવીએ નાગરિકોનો અધિકાર છે. તેથી પૂરતા પ્રમાણમાં ઈપણનો પુરવઠો સુનિヘતિ કરવા અને ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવા સરકાર સમક્ષ માગણી કરાઈ છે. અત્યારે ખાતરનો પૂરતો જલ્દો મળતો નથી.
પેટ્રોલ પંપ પર સંભળાતો એક જ અવાજ ‘ટાંકી ફૂલ નહીં થાય, ૨૦૦૦નું ડીઝલ જ મળશે'
ઓઇલ કંપનીઓના કડક વલણથી આર્થિક કટોકટી
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને બોર્ડર વિસ્તારોના ગામડાઓમાં હાઇવે પર પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો છેલ્લા બે દિવસથી લાગેલી જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક સીમિત હોવાથી દરેક પેટ્રોલ પંપ પર વહનદીઠ મહત્તમ ૨,૦૦૦ રૂપિયાની વિમિટમાં જ પેટ્રોલ-ડીઝલ પૂરી અપાય છે, જેના કારણે રિયતિ વધુ ચિતાજનક બની છે. આ પરિસ્થિતિને લીધે તમામ હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી છે.
ઉનાળાના વેકેશનમાં બહારગામ કરવા નીકળેલા લોકોમાં પેનિકની સ્થિતિ સર્જાઈ છે. પરે પહોંચાશે કે કેમ? પેટ્રોલ-ડીઝલ મળશે કે કેમ? રસ્તામાં અટવાઈ તો નહીં પડીએ ને? તે ચિંતા મુસાફરોની મુરકેલીમાં વધારો કરી રહી છે. ઈપણના
આભાવે અનેક વિસ્તારોમાં હજારો વાહનોના પૈડાં થંભી ગયા હોવાના દ્રવ્યો સામે આવ્યા છે. ઘણા પંપોએ સ્ટોક નથીના બોર્ડ લગાવી કામગીરી અસ્થાપી રીતે બંધ કરી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. ઈપણ મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જોતા હોવાના દશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. આ અછતની સૌથી વધુ અસર ખેડૂતો, ટ્રક ડ્રાઇવરો, રિક્ષાચાલકો અને દૂધના વાહનો ચલાવતા લોકોને પડી રહી છે. બીજી તરફ, ટ્રાન્સપોર્ટ સેવા ખોરવાતાં માલસામાનની હેરફેર પણ ધીમી પડી ગઈ છે. સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સમયસર પુરવઠો ન મળતાં રોજિદી આવક પર ગેમીર અસર પડી રહી છે.
અમદાવાદથી પૂરતું ડીઝલ પુરાવીને નીકળવા ટ્રાવેલ્સ ઓપરેટરોને સૂચના
રાજ્યના કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન (જીટીવીઓએ) દ્વારા તમામ ટ્રાવેલ્સ ઓપરેટરોને મહત્વપૂર્ણ સૂચના આપી છે કે, દરેક ટ્રિપ પહેલાં અમદાવાદમાંથી પુરતું ડીઝલ ભરાવીને જ વાહનો રવાના કરવા, તમામ ડ્રાઇવરોને હાઇવે ઉપરના પેટ્રોલ પંપ ઉપર સંપૂર્ણપણે નિર્ભર ન રહેવા અને લાંબા રૂટના વાહનોમાં રિઝર્વ ફયુઅલ રાખવા પણ અપીલ કરાઇ છે. આ મુદ્દે એસોસિએશન દ્વારા પુરવઠા ખાતા તેમજ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજુઆત કરાઇ છે.
ઓઈલ કંપનીઓએ ક્રેડિટ બંધ કરતાં અછતની સ્થિતિ સર્જાઇ
ઓઇલ કંપનીઓએ ક્રેડિટ આપવાનું બંધ કર્યું હોવાથી પેટ્રોલ પંપો પર હાલ પેટ્રોલ-ડીઝલની અછત જોવા મળી રહી હોવાનું કેટલાક પેટ્રોલ પંપના સંચાલકોનું માનવું છે. જે પેટ્રોલ પંપોએ એડવાન્સમાં પેમેન્ટ નથી કર્યુ તેઓને માલ મળ્યો નથી, આથી અછતની સ્થિતિ સર્જાઇ છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
