તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
નેશનલ હાઈવેમાં જમીનો જતા ઉંચા વળતરની માંગણી કરતા ખેડૂતો, પ્રાંત અધિકારી અને હાઈવે ઓથોરિટીને લેખિતમાં રજૂઆત કરી
કાઠિયાવાડના ખેડૂતોને જો બજારભાવ કરતાં ડબલ ભાવ સરકાર આપતી હોય તો નર્મદાના ખેડૂતોને કેમ નહીં : રમણસિંહ રાઠોડ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : વાપી શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય જેમાં વાવડી અને જીતનગરના ખેડૂતોએ વળતર વધારા માટે સક્ષમ સત્તાધિકારી (CALA) જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઇવે પ્રોજેકટ ડાયરેકટર, પી.આઇ.યુ.વિભાગને લેખિતમાં રજૂઆત કરી પોતાની મહામૂલી જમીન અહીંયા સરકાર મીઠાના ભાવ આપે છે અને કાઠિયાવાડમાં બજાર કિંમત કરતા પણ ડબલ ભાવ આપે છે.ત્યારે આ ખેડૂતો સરકારની બે ધરી નીતિને લઈને રોષે ભરાયા હતા અને ઊંચા વળતરની માંગણી કરી અને જો નહીં આપે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી
વાપી થી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાં માંથી પસાર થતો હોય જીતનગર વાવડીના 100 થી વધુ ખેડૂતોની એક હજાર એકરથી વધું જમીનો આ હાઈવેમાં જતી હોય ખેડૂતોને નર્મદા જિલ્લામાં 3 રૂપિયે ફૂટ પ્રમાણે રૂપિયા આપવાની વાત કરે છે જ્યારે અહીંયા નર્મદા જિલ્લામાં 2000 થી 3000 સ્ક્વેરફૂટ ના ભાવ બોલાય છે.જંત્રી પણ સરકારે વધારી દીધી છે. જ્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં વધારે ભાવ આપવા ને કારણે સૌરાષ્ટ્રમાં જ્યાં સુખી સંપન્ન ખેડૂતોને માર્કેટ કરવા ડબલ રૂપિયા આપે છે.ત્યારે આ બાબતે સાકાર કઈ વિચારે અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વધારે વળતર આપે એવી માગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ બાબતે ખેડૂત આગેવાન રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાઓ આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. આ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીનો સૌથી વધુ જાય તે આદિવાસી ખેડૂતો વધુ હોય બિચારા ખેડૂતોને આ બાબતે કોઈ સમજ હોતી નથી પરંતુ સરકારી બાબુઓ તો શિક્ષિત છે. કે તેઓ સરકારને ગેરમાર્ગે દોરી રહી છે. જો કાઠિયાવાડ ના ખેડૂતો ની સરકારી પ્રોજેક્ટમાં જમીનો જાય તેમને બજાર ભાવ કરતા બમણા રૂપિયા આપવામાં આવે છે. તો નર્મદા જિલ્લા ખેડૂતો કેમ અળખામણા છે.. તો જોઈ અમને પણ અમારી હાઈવે માં ગયેલી જમીનો ના બજાર ભાવ કરતા બમણા રૂપિયા ના મળ્યા તો જલદ આંદોલન કરીશું. ની ખેડૂતો વતી ચીમકી આપી હતી.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
