તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
વાપી શામળાજી હાઈવેના વિરોધમાં ધરણા પર બેઠા નર્મદા જિલ્લાના ખેડૂતો : કલેક્ટર નર્મદાને આપ્યું આવેદન
હાઈવે રદ કરવા અથવા ઉંચુ વળતર ચૂકવવા ખેડૂતોની માંગ

(ભરત શાહ દ્વારા )નર્મદા: વાપી - શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય જેમાં વડિયા, વાવડી અને જીતનગર ગામના ખેડૂતોએ આ હાઈવે રદ કરવા નહીતો વળતર વધારા માટે ખેડૂતોએ રાજપીપળા ગાંધીચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં રમણસિંહ રાઠોડ, ધર્મેદ્રસિંહ મૌર્ય, ચરણ બારોટ, વંદના ભટ્ટ, સહિત.મોટી સંખ્યામાં ખેડૂતો અને સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા.
આ અગાઉ આ ખેડૂતોએ સક્ષમ સત્તાધિકારી (CALA) જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઇવે પ્રોજેકટ ડાયરેકટર, પી.આઇ.યુ.વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી અને હજુ જો સરકાર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
આ બાબતે ખેડૂત આગેવાન રમણસિંહ રાઠડે જણાવ્યું હતું કે અમો ખેડૂતોની માંગ છે કે પોતાની મહામૂલી જમીન અહીંયા સરકાર મીઠાના ભાવ આપે છે અને કાઠિયાવાડમાં બજાર કિંમત કરતા પણ ડબલ ભાવ આપે છે.ત્યારે આ ખેડૂતો સરકારની બે ધરી નીતિને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને ઊંચા વળતરની માંગણી કરી રહ્યા છે. જે હાઈવે છે તેને પહોળો કરો બીજેથી રસ્તો કાઢવાનો અર્થ શું છે. જેમાં લોકોની જમીનો અને સરકારના નાણાનો બગાડ થશે એ વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા છે આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોય આ સોસાયટીના રહીશો પણ આ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા.
વાપીથી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાં માંથી પસાર થતો હોય જીતનગર વાવડી અને વડિયાથી લઈ બોરિદ્રા ગામના 100 થી વધુ ખેડૂતોની એક હજાર એકરથી વધું જમીનો આ હાઈવે છે.જંત્રી પણ સરકારે વધારી દીધી છે. જ્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં વધારે ભાવ આપવાને કારણે સૌરાષ્ટ્રમાં જ્યાં સુખી સંપન્ન ખેડૂતોને માર્કેટ કરવા ડબલ રૂપિયા આપે છે.ત્યારે આ બાબતે સાકાર કઈ વિચારે અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વધારે વળતર આપે એવી માગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
