News of Friday, 10th July 2026
નર્મદા જિલ્લામાં શામળાજી-વાપી નેશનલ હાઇવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ:ઉગ્ર આંદોલનની ચીમકી
વાવડી, વડીયા અને જીતનગર ગામોના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે ધરણાં પર ઉતર્યા :શ્રી રામ હેરિટેજ સોસાયટીના રહીશોએ પણ હાઇવે પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો

નર્મદા જિલ્લામાં શામળાજી-વાપી નેશનલ હાઇવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાવડી, વડીયા અને જીતનગર ગામોના ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે ધરણાં પર ઉતર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે હજારો એકર જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય વળતર મળતું નથી
બીજી તરફ શ્રી રામ હેરિટેજ સોસાયટીના રહીશોએ પણ હાઇવે પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો છે . પ્રોજેક્ટના કારણે 22 મકાનો કપાતમાં જતા અનેક પરિવારો ઘરવિહોણા બનવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
